નિત્ય નુતન હોવા અંગે થોડી વાતો. . ગમે તો કહેશોને?

સામાન્ય

તને રોજ મળું છું. . . પહેલીવાર

એમ તો નવા ગુજરાતી નાટકનું શિર્ષક છે પણ બહુ જ ગમી ગયું. નાટકમાં જે હશે તે. મારા માટે આ શબ્દ સમૂહમાંથી ઉભર્યું તે ‘નિત્ય નુતન’ હોવાની વાત, ચિરંતન ચાહતની વાત. આપણા મા-બાપને, સહકર્મીને, પતિ-પત્ની બાળકોને રોજ મળીએ છીએ – સાથે જીવીએ છીએ પણ પછી આવતું એકધારા પણું થાક આપવા માંડે છે ત્યારે ઘેરાયેલા પાણી જેવી ગંધ આવવા માંડે છે. અને એટલે  રોજ મળવાનું છે. . .પહેલીવારની જેમ. એજ આનંદ,ઉમંગ,ઉત્સાહ અને હુંફ સાથે.પોતાપણાના ભાવ સાથે..

સાદા સબંધોમાં કદાચ ચાલી પણ જાય પણ આત્મીય સબંધોમાં નિત્ય નૂતન હોવું કદાચ ફરજિયાત છે. સાથે જ એક આંતરપ્રવાહની પણ વાત લઇ શકાય કે જ્યારે મળીએ ત્યારે ભૂતકાળ ભૂલીને મળીએ, પૂર્વગ્રહો મમળાવ્યા વગર મળીએ, પહેલીવાર મળીએ..વાતને થોડી આગળ લઈ જઈએ તો હાજરી કે ગેરહાજરીથી ઉપર ઉઠીને પણ રોજ મળવાનું છે. . . પહેલીવાર.

જાળવીએ એ ઉમળકો, હૈયાની હલક, અને રોજ મળીએ . . પહેલીવાર.

Advertisements

મૈત્રિ દિવસ-ફ્રેન્ડશીપ ડે. એક તક આપે છે મિત્રો નો આભાર માનવાની, સહેજ થંભી ને મૈત્રિ ને મજબૂત કરવાની નવો આયામ આપવાની. એમ તો મૈત્રિ જેન્ડર આધારિત નથી હોતી છતાંય વિજાતીય મૈત્રિને હજીય શંકાની નજરે જોવાય છે ત્યારે આ એક પત્ર. મૈત્રિ દિવસની શુભકામનાઓ અને આશા રાખું કે સહુને એક મિત્ર મળે. એક કહેવત પ્રમાણે ઇશ્વરથી બધે નથી પંહોચી વળાતું એટલે મા નું સર્જન કર્યું. . એ ને આગળ લઈ જઈને મા જ્યાં અટકે ત્યાં થી મિત્ર શરુ થાય છે. અને એટલે જ આ પત્ર.

સામાન્ય

પ્રિય મિત્ર,

તારી આગળ પ્રતિપળ સતત પ્રગટ થતા રહેવાની ઇચ્છાએ આ પત્ર લખવા પ્રેર્યો છે. તેં મિત્રતાની મોંઘી મિરાત આપી છે – સાવ સહજતાથી. વાતોમાં મિત્ર-મૈત્રી અંગે કોઇકના લખાણ ગમે તેના ઉલ્લેખ થતા રહે છે. કદાચ એ બધાથી દોરવાઇ જતો હોઉં એવું લાગે. અહિંતો હું જ તને લખવા બેઠો છું. માપવા-પામવાની સાથે જ જીવાતી જીંદગીની વાત લખવી છે. પ્રેમ પાંગળો લાગે તેવી મૈત્રીની વાત લખવી છે. આ સાલું અઢી અક્ષરનું બધું અઘરું કેમ લાગે છે! – પ્રેમ, સત્ય, મૈત્રી!! બીજી તરફ આ બધા એકદમ સાદા સહજ અહેસાસો છે. મિત્ર – નામ વગરના સબંધ માટેનું હાથવગું સંબોધન નથી જ. સેલિબ્રિટી વિશ્વમાં ‘વી આર જસ્ટ ફ્રેન્ડ્સ’ કહેવું પડે છે ત્યારે મિત્રતા ઝંખવાતી હોય એવું લાગે..

જો કે એવું ન થવું જોઈએ પણ જાણે અજાણે આપણે સ્થળ અને જેતે કાલખંડમાંના પ્રવાહોથી દોરવાઇ જતા હોઇએ છીએ. માનવસહજ નબળાઇ ગણી લઈએ. વર્તમાન સમય બેવડા વર્તનો, સહજ આચરવામાં આવતા દંભ, નાદાન ગણતરીઓનો છે. મૈત્રીમાં આ બધાનો સહેજેય અવકાશ નથી ત્યારે મિત્ર કોણ? સતત જાતને આ સવાલ પૂછવો પડે. કેટલાક કહે છે કે જીવન સાથીને જ શ્રેષ્ઠ મિત્ર માનવો કે બનાવી શકાય, હું અસંમત છું. બધું જ સમજતા હોવા છતાં પતિ-પત્નીના અમુક માનદંડોને ઓળંગાતા નથી. સાદી રીતે કહું તો એટલા ખેલદીલ નથી થવાતું. તો પછી મિત્ર તે સિવાયનો જ રાખવો પડે. તરત જ વાત આવે તે  વિજાતીય મૈત્રી! મને એમ થાય કે મૈત્રીમાં આ પ્રકારના જાતીગત સજાગતા જરુરી છે? કદાચ હા, અને એ એટલા માટે કે બન્નેના આયામો જુદા હોય કારણ કે પુરુષ અને સ્ત્રી જુદા છે અને જુદાપણૂં સમજવું દાંમ્પત્ય જીવનમાં જેટલું જરુરી છે એટલું જ મૈત્રીમાં.

વિજાતીય મૈત્રી જુદી રીતે ચર્ચાઇ નથી કારણકે આપણે જાત સાથે જ જવાબદાર બનતા સંકોચાઇએ છીએ.. આ મૈત્રીએ, અરે ભૈ તેં મને વધારે મોકળો અને ‘જવાબદાર’ બનાવ્યો. આ કોઈ સભાન અથવા સતત સાવચેત રહેવા વાળી જવાબદારીની વાત નથી જે સબંધને અસહજ બનાવી દે. વિજાતીય મૈત્રીમાં માતા-પુત્ર, ભાઇ-બહેન, પિતા-પુત્રી જેવા સબંધોની ઉંચાઇએ પંહોચવાની ક્ષમતા છે, અને હા આ અહેસાસ  તેં જ કરાવ્યો છે. મૈત્રીને તેં સતત સન્માન આપ્યું છે, આછકલા થઈ જવું, આમતેમ દોરવાઇ જવું બન્ને માટે સહજ અને તાર્કિક હતું! આ બધાની વચ્ચે તેં કોઇ મોટા શબ્દો વગર, કંઇક કરી નાંખુના ગુમાન વગર મૈત્રીને સાચી દિશા આપી છે અને મને ઘણૂં બધું.

મારા માટે કોઇ સાથે ટેલીપથી થવી એ નજદીકીનું પ્રમાણ છે, કશાય વિશેષણ વગર કહું છે કે તારી સાથે ખાસ્સી થાય છે! મર્યાદા – જી હા, બન્ને ભરપૂર મર્યાદા વાળા વ્યકિતો છીએ, અને સહુથી અગત્યનું એજ છે કે એ છુપાવતા નથી. થતી ટેલીપથી કરતાં મર્યાદાની યાદી લાં. . બી થાય, અને કદાચ એટલે જ મિત્રો છીએ.. હા, હું રક્ષાબંધને રાહ જોઈશ, વેલેન્ટાઇન ડેની રાહ જોઇશ, ફ્રેન્ડ્શીપ ડેની રાહ જોઇશ. . અને હા હું મધર્સ ડેની પણ રાહ જોઈશ.

હું સતત તારી રાહ જોઈશ. . મારે આ મૈત્રીથી ધરાઈ નથી જવું! ધરતી પર પડતા પહેલા વરસાદની ખુશ્બુ ઉમેરવી છે, મેઘધનુષના રંગો ઉમેરવા છે, ક્ષિતિજના અનંતપણાને આંબવું છે. એક ગીત છે : એક બીજાના. . એક બીજાના સંગમાં રાજી રાજી. . .

ઓ. . મિત્ર આ બધું જ વાસ્તવિકતાના ધરાતલ પર ઉભા રહીને, પરસ્પરની લાગણીઓને માન આપીને અને મર્યાદાઓને સન્માનીને! માણસ છીએ સહુ પ્રથમ એ ભૂલ્યા વગર. પણ હા પ્રેમને એનું અભિમાન ભૂલાવી દેવું છે! મૈત્રીની મોંઘી મિરાતને માણ્યા પછી, પ્રેમને એની પામરતાનો અહેસાસ ભલે થતો. . . .

એવું કંઇક કહેવાયું અને આજે ક્યાંક વાંચ્યુ કે હવે તો પ્રેમપત્રો લખાતા નથી અને મને ઇચ્છા થઇ કે હું પ્રેમપત્ર લખું. આ ભીની મૌસમમાં એમ પણ અભિવ્યક્ત વરસવા માટે આતુર.

સામાન્ય

પ્રિય ધરતી,

મેહુલો વરસે અને ધરતી એના વિરહને વળોટે એવી આ મૌસમમાં પ્રિય, તુ હી તુ. . બસ ચારેય બાજુ. મેહુલો પ્રિય ધરતી, મેહુલો વરસે અને ધરતી એના વિરહને વળોટે એવી આ મૌસમમાં પ્રિય, તુ હી તુ. . બસ ચારેય બાજુ. મેહુલો ગાજે અને ધરતી બાજે. . વિરહનું આ મજેદાર રુપ છે. ધરતીને વિરહ મેહુલીયાનો, એ તપે, રાહ જુએ અને પછી મેહુલીયો આવે પછીનો ધરતીનો થનગનાટ. મેહ ધરતીપર સહજતાથી ફેલાઇ જાય, અને ઓ હું એને ‘ઇર્ષ્યા’થી જોયા કરું. તને પણ કુટેવ છે નાના વિરહો આપવાની! પ્રેમ પ્રતિક્ષા કરાવે છે, પણ કેટલી? પુછતી નહિં કેટલો પાગલ?. . મેવલો એની ચાહતને વરસાદ રૂપે દર્શાવે પણ હું? તારી આંખોને જોવા માટે પણ પ્રતિક્ષા કરવાની? પ્રેમ વાચા માંગે છે. હવે તો એવું લાગે છે કે જેમ પ્રેમને( કે તને?) સમજવાનો જેટલો વધારે પ્રયત્ન કરું છું એટલો એ દૂર થતો જાય છે! પણ કેવી રીતે સમજાવું કે મારે સમજવો નથી – ઘૂંટડા ભરવા છે, ચગળવો છે! બે હાથે ઉસેટવો છે, કેટલું ઉસેટીશ? આ અમાપ પ્રેમતો પડતા વરસાદના દરેક ટીપાને ઝીલવા જેવું છે! પ્રેમને ગણતરીઓમાં, અહમની રમતમાં મર્યાદિત કરી દેવો કેમ ગમે છે? આપણા પ્રેમને નિર્બંધ વહેવા દઈને એ વહેણને જોતા રહેવું છે, વહેવડાવશુંને? એમનો તારો હાથ હાથમાં લઈને, આંખોમાં આંખો પરોવીને કહેવું છે કે, “હું તને પ્રેમ કરું છું”. પણ સાથે જ આ આખી પ્રક્રિયા બહુ મર્યાદિત લાગે છે! તો કેવી રીતે? તું જ કહે ને? આ માધ્યમથી મારી પ્રતિક્ષા અને તિતિક્શાને તારા સુધી પંહોચાડવી છે, પણ હા, તું મારી પરિક્ષા ન લેતી!? પ્રેમમાં બંધન ન જ હોય પણ મારે તો ધરતીને અમાપ ક્ષિતિજમાં બાંધી લેવી છે! વરસવું છે. . અનંત આ ધરતી પર!. . . . ગાજે અને ધરતી બાજે. . વિરહનું આ મજેદાર રુપ છે. ધરતીને વિરહ મેહુલીયાનો, એ તપે, રાહ જુએ અને પછી મેહુલીયો આવે પછીનો ધરતીનો થનગનાટ. મેહ ધરતીપર સહજતાથી ફેલાઇ જાય, અને ઓ હું એને ‘ઇર્ષ્યા’થી જોયા કરું. તને પણ કુટેવ છે નાના વિરહો આપવાની! પ્રેમ પ્રતિક્ષા કરાવે છે, પણ કેટલી? પુછતી નહિં કેટલો પાગલ?. . મેવલો એની ચાહતને વરસાદ રૂપે દર્શાવે પણ હું? તારી આંખોને જોવા માટે પણ પ્રતિક્ષા કરવાની? પ્રેમ વાચા માંગે છે. હવે તો એવું લાગે છે કે જેમ પ્રેમને( કે તને?) સમજવાનો જેટલો વધારે પ્રયત્ન કરું છું એટલો એ દૂર થતો જાય છે! પણ કેવી રીતે સમજાવું કે મારે સમજવો નથી – ઘૂંટડા ભરવા છે, ચગળવો છે! બે હાથે ઉસેટવો છે, કેટલું ઉસેટીશ? આ અમાપ પ્રેમતો પડતા વરસાદના દરેક ટીપાને ઝીલવા જેવું છે! પ્રેમને ગણતરીઓમાં, અહમની રમતમાં મર્યાદિત કરી દેવો કેમ ગમે છે? આપણા પ્રેમને નિર્બંધ વહેવા દઈને એ વહેણને જોતા રહેવું છે, વહેવડાવશુંને? એમનો તારો હાથ હાથમાં લઈને, આંખોમાં આંખો પરોવીને કહેવું છે કે, “હું તને પ્રેમ કરું છું”. પણ સાથે જ આ આખી પ્રક્રિયા બહુ મર્યાદિત લાગે છે! તો કેવી રીતે? તું જ કહે ને? આ માધ્યમથી મારી પ્રતિક્ષા અને તિતિક્શાને તારા સુધી પંહોચાડવી છે, પણ હા, તું મારી પરિક્ષા ન લેતી!? પ્રેમમાં બંધન ન જ હોય પણ મારે તો ધરતીને અમાપ ક્ષિતિજમાં બાંધી લેવી છે! વરસવું છે. . અનંત આ ધરતી પર!. . . .

હિન્દીમાં થોડું, આકાશ દર્શન અંગેનો લેખ

સામાન્ય

आओ आकाश दर्शन करें

 एक फिल्म थी ‘स्वदेश’, उसका एक गाना मशहूर हुआ था, ‘ ये तारा वो तारा. . .’. जी हां, मैं आसमान में छाये तारों की बात कर रहा हूँ. अमावस्या की रात को अनगिनत तारा मंडित आसमान देखते ही बनता है. क्या होते हैं ये तारे जिन्हें हम सितारे भी कहते है. ग्रहो, उपग्रहों, आकाशगंगा आदि से भरा आसमान एक रोमांचक अनुभव देता है. हम खुशनसीब हैं कि हमें खुला आसमान मिला है. हमें बस छत पर जाना है. आसमान में चांद, ग्रह, बारह राशियाँ यह सब देखने का आनंद हम रोज उठा सकते है. आकाश दर्शन को आदत बनाएँ.   

यह तारों का भी एक विज्ञान होता है, इन्हे खगोल विज्ञान या खगोल शास्त्र कहा जाता है. महान विज्ञानी गेलेलियो एक खगोल विज्ञानी था. भारत में जयंत नारलीकर, जे.जे.रावल जैसे जाने माने खगोल विज्ञानी हैं. अंतरराष्ट्रिय ख्याति प्राप्त विज्ञानी कार्ल सेगान से भी हम परिचित हैं. खगोलविज्ञान के इस महत्व को देखते हुए संयुक्त राष्ट्र संघ की संस्था युनेस्को ने वर्ष २००९ को अंतरराष्ट्रिय खगोल वर्ष(International Year of Astronomy 2009 – IYA2009) के रुप मे मनाने का एलान किया है. गेलेलियोके टेलिस्कोप के आविष्कार को इस वर्ष ४०० साल हो रहे है! जी हां, इन्सान ने ४०० साल पहले टेलिस्कोप से अंतरिक्ष में डुबकी लगाई थी. दुनिया के १४० देश इस मुहिम का हिस्सा बनेंगे. यह वर्ष मनाने का उद्देश्य, हमारे ब्रह्मांड को आम नागरिक के करिब लाने का और इस माध्यम से हमें अपने आपको फिरसे खोजने का मौका देने का है. खगोलशास्त्र विज्ञान की मूलभूत विधाओं में से एक है, और विज्ञान कि हर मूलभूत विधा हमारी जडों से जुडी है. IYA2009  हमे यह याद दिलाने के लिये भी एक सशक्त माध्य्म रहेगा.

पूरे वर्ष के दौरान देश विदेश में विभिन्न कार्यक्रमों का आयोजन होगा. २ से ५ अप्रैल के बीच एक विशेष कार्यक्रम – खगोलशास्त्र के १०० घंटे का आयोजन किया गया है. समूचे विश्व में एक साथ लगातार १०० घंटे तक बिना रुके खगोलशास्त्र के तथा आकाश दर्शन से जुडे कार्यक्रम होंगे. आकाश दर्शन के लिए टेलिस्कोप मुख्य साधन है, लेकिन सभी को यह साधन सहज उपलब्ध नहीं होता. इसी बात को ध्यान में रखते हुए ‘गेलेलियोस्कोप’ नाम से विशेष कार्यक्रम किए जाएगें. इस कार्यक्रम के तहत टेलिस्कोप के माध्यम से आकाश दर्शन की सुविधा प्रदान करने का उद्देश्य है.

खगोलशास्त्र हमारे ब्रह्मांड के समस्त आकाशीय सरंचनाओं जैसे कि ग्रह, तारें, नक्षत्र, धूमकेतु तथा आकाशगंगा के अभ्यास का शास्त्र है. इसके माध्यम से हम विज्ञान में हमारी रुचि बढा सकते हैं. विज्ञान एवं वैज्ञानिको की आधुनिक छवि को प्रस्तुत करके विज्ञान व खगोलशास्त्र की शिक्षा के प्रति रुचि बढानी है. संयुक्त राष्ट्र का यह प्रयास हमे इस ओर ले जायेगा. इस विशेष वर्ष का लोगो(स्मृतिचिंह) हमें अपने ब्रह्मांड के पुन:शोधन के लिए आमंत्रित करता है.

હું શું શીખ્યો – જોયું – અનુભવ્યું.

સામાન્ય

જાત સાથેના સંવાદ માંથી  જન્મેલા થોડા વાક્યો, એમ તો અનુભવો

– અસંતોષ અનંત હોય છે.

– અહમ આત્મીય હોય છે.

– સહ્જ સંવાદ સમજણથી જ આવે

– તર્કનું તીર તારે નહિં

– તાટસ્થ્ય તુટે જ

– પ્રેમની પીડા પોતાના થી જ પ્રાપ્ત થાય

– ગેરસમજણ ગમતીલી અને ગળચટ્ટી હોય

– સત્ય પોતપોતાનું હોય પણ સત્યનું પોતાનું એક સાચાપણું હોય છે.

– સત્યના સાચાપણાને જોવાની દ્ર્ષ્ટી દુર્લભ છે.

– હકારાત્મકતા હંમેશા હાજરસ્ટોકમાં હોતી નથી

– કાજી થવામાં કાળજી રાખવી પડે.

– વિકસવું, વિશાળ થવું વસમું છે.

– ઉઠવું અને જાગવુંમાં ફરક.

– ‘હું’ ને ઉંહુ કહેતા પણ શીખવું રહ્યું.

– ગમે તે ઉંમરે નાના થઈ શકાય.

– જીવનમાં બે વાત કહી શકે એવા વ્યક્તિની હાજરી માતા-પિતા પછીની જરુરીયાત.

– હાથ ફેલાવો તો સુખ જ સુખ છે.

– દલિલોથી જે તે સમયે જીત મળે પણ દિલ ન જીતાય – અગત્યનું શું?!!

– ભૂતકાળને ન ભૂલીને ભવિષ્યને ભૂત બનાવી દઈએ છીએ.

– પૂર્વગ્રહો પ્યારા લાગે, પણ પ્યારાને પરાયા બનાવે.

એડવાન્સ વિરહ, વિરહની ખબર પડતાં જ. . . .

સામાન્ય

હજીતો વાર છે? અત્તારમાં હું છે! આવે ત્યારે વેઠજે ને!. . .હું છે આ બધું?

એડવાન્સ વિરહ!  છે ને વિરહનો લેટેસ્ટ પ્રકાર!

બક્ષીને વાંચતા બે શબ્દો આવ્યા અલોન અને લોનલી! વિરહ આ બન્ને અહેસાસો સાથે આપી દે છે અને એટલે જ દલડું વ્હેલું હુનુ થૈ ગ્યું! કદાચ એકલા હોવું અને હુના પડી જવું એવા કંઇક બે અર્થો છે. એક પંકિત છે, પોતાનાથી દૂર જઈને માણસ બહુ બહુતો ટોળે વળી શકે. શું આ એક જ ઉપાય છે? બસ ટોળામાં રહેવાનું, ન એકલા થવાય ન હુના પડાય. વિરહમાં આવી શરણાગતી?

 

સાલો, આ વિરહ બડો શૈતાની અહેસાસ છે. દુ:ખ, પીડા, વ્યથા કે ખૂશી, આનંદ સરળતાથી વહેંચી શકાય પરંતુ આ વિરહ તમારો પોતાનો જ આગવો અહેસાસ છે. નથી મપાતો નથી તોલાતો હા તમને અંદરથી સતત વલોવે! વિરહનું ઘમ્મર વલોણુ પ્રેમના નવા અહેસાસો રુપી માખણ લાવે સાથે તુટનની ખાટ્ટી છાશ પણ. 

વિરહ બહુ લુચ્ચો છે, અહેસાસો માંગે છે! હુંફના, હાજરીના. . .એને સતત કંઇક જોઈએ. વિરહ નજદિકી વધારે છે અને સહેજ સમીક્ષાનો સમય પણ આપે છે. તમે જાત સાથે વાત કરો છો, એની જ વધારે નજદિક સરકો છો. . અને બસ. . રાહ જુવો છો.

 

પ્રેમ અંગે થોડું વધારે

સામાન્ય

ભીતરમાં ભેજ તણા ઢગલા થાય છતાં માણસને એની કદર નહીં?

હૈયામાં ટળવળતી સારપની વસ્તીને સાચવવા કોઇ સરકાર નહીં?

         મુકેશ જોશી.

દિવસોતો કેડેથી વાંકા ને રાત સાવ બોખી ને મુખમાં વવરાટ,

સંબંધે – સંબંધે કરચલીઓ, હુંફ કાજે હાંફેલી આયખાની ખાટ.

         મુકેશ જોશી.

 

આ બે પંકિતની સાથે જ હમણાં વાંચેલુ : ‘પ્રેમને અહેસાસનો વિષય રહેવા દો, શબ્દોની માયાજાળમાં મુરઝાઇ જશે.’ . અન્ય એક મુલાકાતમાં ટુંકા પ્રશ્નોના જવાબમાં કહેવાયું કે ‘પ્રેમ એટલે બધું જ અને લગ્ન એટલે મિત્રતા’.  આ સઘળું મમળાવતાની સાથે જ બીજે વંચાયુ કે, પ્રેમ સાચો છે એવું કેવી રીતે સાબિત થાય? તમે કોઇના પ્રેમમાં જીવ આપી દો તો પણ સામેના માણસને કેવી રીતે ખબર પડે કે તમે એને પ્રેમ કરો છો?

 પ્રેમ સાવ સાદો અને મૂળભૂત અહેસાસ હોવા છતાં આટલી પેચીદગી કેમ? થોડા વખત પહેલા જ નક્કી કરેલું કે પ્રેમને માણવો છે, વહેવા દેવો છે. આ નિરાંત માણી પણ ખરી, પ્રેમ એટલે બધુંજ માનીને પેમલા-પેમલી જેવા વેવલા લેખોને વાંચવા બંધ પણ કર્યા – માની લીધું કે અહેસાસો આવતા જશે – વહેતા જવાનું, અને સાચે જ એવું થયું પણ ખરું! સહેલું નથી, આવડી ગયું એવું પણ નથી પણ એ અહેસાસોને વધારે માણી શકું છું એટલું તો થયું જ. 

અને એટલે જ અત્યારે વિરહને પણ માણી રહ્યો છું. એના ન હોવાપણ ને  એના જ અહેસાસોથી ભરવાની મજા! ઉભરી આવતી મર્યાદા, યાદોને એની જ હુંફથી સભર કરીને વિરહ વેદનાને પીડામાંથી પમરાટ ભણી લઇ જવાની! શું આ બધું લખાય છે અને વંચાય છે એટલું સહેલું છે? ના, તો પછી? ત્યાં જ પ્રેમ અને સખ્ય આવે ને? તૂટી જવાના કારણોને તોટો નથી સાથે જ ટકી જવા માટે પર્યાપ્ત કારણો તો છે જ ને!

સત્યને સાદું  બનાવતા શીખવાનું છે તો જ કદાચ પ્રેમને એની અખીલાઇમાં પામી શકાશે.. સત્ય વાગ્યા કરે છે એટલે જ પ્રેમ પ્રસરતો નથી. તમે પ્રેમ કરો છો એનો અર્થ કે તમે એને સ્વિકારો છો, વાત અઘરી કેમ થઈ જાય છે? આપણે ટુકડાઓમાં સ્વિકારીએ છીએ, સ્વિકાર એટલે એની સારપનો નહીં, મર્યાદાનો સ્વિકાર અને એટલે જ થાકી જવાય છે, અને આ થાક માં મિત્ર આવે.. અને એટલે જ પ્રિયજન કરતાં મિત્રજનનો વિરહ વધારે બોલકો થઇ જાય. 

 પ્રેમ અને વિરહ બન્ને ને સાથે જીવી જવાનો યત્ન.