વરસાદ વિરહ અને. . . .

સામાન્ય

અમારા વિસ્તારમાં વરસાદ ઓછો છે. રાહ જોવાતા લખાયેલું કંઇક.

ચોમાસું બેઠું અને બેસતા પહેલા જ ઉઠવાની તૈયારી કરે છે. ગુજરાતના ચેરાપુંજી કહેવાતું ડાંગ સુનું છે. છુટક વરસાદથી લીલાડો છે પણ વહેતા ઝરણા, નવું પાણી અને ધોધ સુના છે. વરસાદમાં વિરહ વધુ બોલકો થાય પણ આ વખતનો વરસાદ ડાહ્યો છે. વરસાદ નો જ વિરહ લાગે છે! વરસાદ પ્રિય પાત્રના વિરહ જેવો થઈ ગયો છે. બન્ને વિરહ સરખા કનડે છે. આ વરહાદ, મેવલીયો આવે તો હારુ એમ થાય. વાદળ થી નિકળેલી બુંદ ત્વચાને હેરાન કરે તે પહેલા તો ક્યાંક ખોવાઇ જાય છે.  કાલે મેઘા, કાલે મેઘા. . .ગાયા કરવાનું. વર્તમાનપત્રોમાં અને સામાયિકો માં લેખકો જુદા જુદા કારણો આપી ને ચોમાસાનું વિજ્ઞાન સમજાવે તે ડાહ્યા થઈ ને સમજ્યા કરવાનું. હ્રુદયાની ભીતર જલતો માંહ્યલો કોણ ઠારશે?

વિચિત્રતા એ છે કે આ લખાણ અમુક વિસ્તાર ને બેબુનિયાદ લાગશે! ત્યાં તો તડામાર પડ્યો જ છે! મારો વાલીડો વરસાદ પણ વિસ્તારવાદ ભડકાવે છે! જ્યાં પડ્યો છે ત્યાં ભલે ‘ઉની ઉની રોટ્લી ને કારેલાનું શાક’ ખવાતા! હું તો કોરો કટ્ટાક છું – ભીનો થવા આતુર. આ ધરતી પણ કોરી છે – તડપે છે એને પણ ભીંજાતી જોવી છે.

કબ તક યું ખામોશ રહે ઔર સહે હમ. . . . .

એ. . . ઇ. . . તુટી પડ ને. . . . ..વા’લુડા વરસાદ, તરબતર કરી દે.


Advertisements

2 thoughts on “વરસાદ વિરહ અને. . . .

    • તમારા મોઢામાં ઘી-સક્કર, એક સરસ ઝાપટામાં દિલ થી પલળી ને મજા કરીને આ લખવા બેઠો. વાંચ્યુ અને દિલથી પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર.
      પ્રોત્સાહનમાં પલળવાની પણ મજા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s