મૈત્રિ દિવસ-ફ્રેન્ડશીપ ડે. એક તક આપે છે મિત્રો નો આભાર માનવાની, સહેજ થંભી ને મૈત્રિ ને મજબૂત કરવાની નવો આયામ આપવાની. એમ તો મૈત્રિ જેન્ડર આધારિત નથી હોતી છતાંય વિજાતીય મૈત્રિને હજીય શંકાની નજરે જોવાય છે ત્યારે આ એક પત્ર. મૈત્રિ દિવસની શુભકામનાઓ અને આશા રાખું કે સહુને એક મિત્ર મળે. એક કહેવત પ્રમાણે ઇશ્વરથી બધે નથી પંહોચી વળાતું એટલે મા નું સર્જન કર્યું. . એ ને આગળ લઈ જઈને મા જ્યાં અટકે ત્યાં થી મિત્ર શરુ થાય છે. અને એટલે જ આ પત્ર.

સામાન્ય

પ્રિય મિત્ર,

તારી આગળ પ્રતિપળ સતત પ્રગટ થતા રહેવાની ઇચ્છાએ આ પત્ર લખવા પ્રેર્યો છે. તેં મિત્રતાની મોંઘી મિરાત આપી છે – સાવ સહજતાથી. વાતોમાં મિત્ર-મૈત્રી અંગે કોઇકના લખાણ ગમે તેના ઉલ્લેખ થતા રહે છે. કદાચ એ બધાથી દોરવાઇ જતો હોઉં એવું લાગે. અહિંતો હું જ તને લખવા બેઠો છું. માપવા-પામવાની સાથે જ જીવાતી જીંદગીની વાત લખવી છે. પ્રેમ પાંગળો લાગે તેવી મૈત્રીની વાત લખવી છે. આ સાલું અઢી અક્ષરનું બધું અઘરું કેમ લાગે છે! – પ્રેમ, સત્ય, મૈત્રી!! બીજી તરફ આ બધા એકદમ સાદા સહજ અહેસાસો છે. મિત્ર – નામ વગરના સબંધ માટેનું હાથવગું સંબોધન નથી જ. સેલિબ્રિટી વિશ્વમાં ‘વી આર જસ્ટ ફ્રેન્ડ્સ’ કહેવું પડે છે ત્યારે મિત્રતા ઝંખવાતી હોય એવું લાગે..

જો કે એવું ન થવું જોઈએ પણ જાણે અજાણે આપણે સ્થળ અને જેતે કાલખંડમાંના પ્રવાહોથી દોરવાઇ જતા હોઇએ છીએ. માનવસહજ નબળાઇ ગણી લઈએ. વર્તમાન સમય બેવડા વર્તનો, સહજ આચરવામાં આવતા દંભ, નાદાન ગણતરીઓનો છે. મૈત્રીમાં આ બધાનો સહેજેય અવકાશ નથી ત્યારે મિત્ર કોણ? સતત જાતને આ સવાલ પૂછવો પડે. કેટલાક કહે છે કે જીવન સાથીને જ શ્રેષ્ઠ મિત્ર માનવો કે બનાવી શકાય, હું અસંમત છું. બધું જ સમજતા હોવા છતાં પતિ-પત્નીના અમુક માનદંડોને ઓળંગાતા નથી. સાદી રીતે કહું તો એટલા ખેલદીલ નથી થવાતું. તો પછી મિત્ર તે સિવાયનો જ રાખવો પડે. તરત જ વાત આવે તે  વિજાતીય મૈત્રી! મને એમ થાય કે મૈત્રીમાં આ પ્રકારના જાતીગત સજાગતા જરુરી છે? કદાચ હા, અને એ એટલા માટે કે બન્નેના આયામો જુદા હોય કારણ કે પુરુષ અને સ્ત્રી જુદા છે અને જુદાપણૂં સમજવું દાંમ્પત્ય જીવનમાં જેટલું જરુરી છે એટલું જ મૈત્રીમાં.

વિજાતીય મૈત્રી જુદી રીતે ચર્ચાઇ નથી કારણકે આપણે જાત સાથે જ જવાબદાર બનતા સંકોચાઇએ છીએ.. આ મૈત્રીએ, અરે ભૈ તેં મને વધારે મોકળો અને ‘જવાબદાર’ બનાવ્યો. આ કોઈ સભાન અથવા સતત સાવચેત રહેવા વાળી જવાબદારીની વાત નથી જે સબંધને અસહજ બનાવી દે. વિજાતીય મૈત્રીમાં માતા-પુત્ર, ભાઇ-બહેન, પિતા-પુત્રી જેવા સબંધોની ઉંચાઇએ પંહોચવાની ક્ષમતા છે, અને હા આ અહેસાસ  તેં જ કરાવ્યો છે. મૈત્રીને તેં સતત સન્માન આપ્યું છે, આછકલા થઈ જવું, આમતેમ દોરવાઇ જવું બન્ને માટે સહજ અને તાર્કિક હતું! આ બધાની વચ્ચે તેં કોઇ મોટા શબ્દો વગર, કંઇક કરી નાંખુના ગુમાન વગર મૈત્રીને સાચી દિશા આપી છે અને મને ઘણૂં બધું.

મારા માટે કોઇ સાથે ટેલીપથી થવી એ નજદીકીનું પ્રમાણ છે, કશાય વિશેષણ વગર કહું છે કે તારી સાથે ખાસ્સી થાય છે! મર્યાદા – જી હા, બન્ને ભરપૂર મર્યાદા વાળા વ્યકિતો છીએ, અને સહુથી અગત્યનું એજ છે કે એ છુપાવતા નથી. થતી ટેલીપથી કરતાં મર્યાદાની યાદી લાં. . બી થાય, અને કદાચ એટલે જ મિત્રો છીએ.. હા, હું રક્ષાબંધને રાહ જોઈશ, વેલેન્ટાઇન ડેની રાહ જોઇશ, ફ્રેન્ડ્શીપ ડેની રાહ જોઇશ. . અને હા હું મધર્સ ડેની પણ રાહ જોઈશ.

હું સતત તારી રાહ જોઈશ. . મારે આ મૈત્રીથી ધરાઈ નથી જવું! ધરતી પર પડતા પહેલા વરસાદની ખુશ્બુ ઉમેરવી છે, મેઘધનુષના રંગો ઉમેરવા છે, ક્ષિતિજના અનંતપણાને આંબવું છે. એક ગીત છે : એક બીજાના. . એક બીજાના સંગમાં રાજી રાજી. . .

ઓ. . મિત્ર આ બધું જ વાસ્તવિકતાના ધરાતલ પર ઉભા રહીને, પરસ્પરની લાગણીઓને માન આપીને અને મર્યાદાઓને સન્માનીને! માણસ છીએ સહુ પ્રથમ એ ભૂલ્યા વગર. પણ હા પ્રેમને એનું અભિમાન ભૂલાવી દેવું છે! મૈત્રીની મોંઘી મિરાતને માણ્યા પછી, પ્રેમને એની પામરતાનો અહેસાસ ભલે થતો. . . .

Advertisements

6 thoughts on “મૈત્રિ દિવસ-ફ્રેન્ડશીપ ડે. એક તક આપે છે મિત્રો નો આભાર માનવાની, સહેજ થંભી ને મૈત્રિ ને મજબૂત કરવાની નવો આયામ આપવાની. એમ તો મૈત્રિ જેન્ડર આધારિત નથી હોતી છતાંય વિજાતીય મૈત્રિને હજીય શંકાની નજરે જોવાય છે ત્યારે આ એક પત્ર. મૈત્રિ દિવસની શુભકામનાઓ અને આશા રાખું કે સહુને એક મિત્ર મળે. એક કહેવત પ્રમાણે ઇશ્વરથી બધે નથી પંહોચી વળાતું એટલે મા નું સર્જન કર્યું. . એ ને આગળ લઈ જઈને મા જ્યાં અટકે ત્યાં થી મિત્ર શરુ થાય છે. અને એટલે જ આ પત્ર.

 1. મારે આ મૈત્રીથી ધરાઈ નથી જવું! ધરતી પર પડતા પહેલા વરસાદની ખુશ્બુ ઉમેરવી છે, મેઘધનુષના રંગો ઉમેરવા છે, ક્ષિતિજના અનંતપણાને આંબવું છે…

  ભાવનાઓની ખુબ સુંદર અભિવ્યક્તિ. મૈત્રીની ઊંચાઈને આલેખતી તમારી કલમને ધન્યવાદ.

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ ”શબ્દ પર્વ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s