સ્ટાફ બસ રોબોટથી ચાલતી હોય તેમ રોજના રસ્તા પર જાય છે, હું ચારેય બાજુ પથરાયેલો લીલાડો માણી રહ્યો છું. થોડી મિનિટ પછી ઉતરી જવાનું હોય છે – એજ સપાટ ચહેરાઓ – થોડો દંભ કરવાનો - ઘણો બધો સહન કરવાનો - સાક્ષિ બનવાનું - થોડાક નિર્દંભ ને મળીને અથવા ફોન કરી ને રણદ્વીપ અનુભવવાનો. .. . [...]
અમારા વિસ્તારમાં વરસાદ ઓછો છે. રાહ જોવાતા લખાયેલું કંઇક. ચોમાસું બેઠું અને બેસતા પહેલા જ ઉઠવાની તૈયારી કરે છે. ગુજરાતના ચેરાપુંજી કહેવાતું ડાંગ સુનું છે. છુટક વરસાદથી લીલાડો છે પણ વહેતા ઝરણા, નવું પાણી અને ધોધ સુના છે. વરસાદમાં વિરહ વધુ બોલકો થાય પણ આ વખતનો વરસાદ ડાહ્યો છે. વરસાદ નો જ વિરહ લાગે છે! [...]
૧૯૭૧ થી લગભગ ૧૯૯૦ સુધી જેને શ્વસેલું તે સુરત જિલ્લાના(હવે તાપી જીલ્લો) વાલોડ તાલુકાનું એક નાનું ગામ કહેર પણ રેલ્વે સ્ટેશન ખરું . સિંગલ લાઇન, દિવસના ત્રણ ટ્રેન સુરત તરફથી આવે અને ત્રણ જાય(ઉભી રહે). એ જગ્યા અને અહેસાસો યાદ આવ્યા અને આ પોસ્ટ. હું બસમાં છું, અંદર કુમાર શાનુના ગીત વાગે છે.. . . [...]
વસંતોત્સવ – વેલેન્ટાઇન ડે પ્રેમને નાણવાની અને માણવાની તક આપે છે. પ્રેમને સહેજ દૂર રહીને વિવિધ સ્વરુપોમાં વ્યક્ત થતો જોયા કરવાનો. એવું કહેવાય કે કોઇપણ વાત ને સમજવી હોય તો એના વિવિધ આયામો સમજવા પડે, જોવા માટે ત્રિ પરિમાણ ની વાત થતી હોય છે. પ્રેમ ને પણ ત્રિ પરિમાણીય પરિપ્રેક્ષ્યમાં મુકવાની ઇચ્છા થઈ. પ્રેમ ના [...]
તને રોજ મળું છું. . . પહેલીવાર એમ તો નવા ગુજરાતી નાટકનું શિર્ષક છે પણ બહુ જ ગમી ગયું. નાટકમાં જે હશે તે. મારા માટે આ શબ્દ સમૂહમાંથી ઉભર્યું તે ‘નિત્ય નુતન’ હોવાની વાત, ચિરંતન ચાહતની વાત. આપણા મા-બાપને, સહકર્મીને, પતિ-પત્ની બાળકોને રોજ મળીએ છીએ – સાથે જીવીએ છીએ પણ પછી આવતું એકધારા પણું થાક [...]
મિત્ર ને. . મૈત્રી દિવસે. હમણાં જ ક્યાંક વાંચ્યુ, `you complete me’ એમ તો જીવનસાથીના સંદર્ભે વપરાયેલું બહુ જ ગમ્યું. સાથે જ એક ગુજરાતી નાટકનું નામ યાદ આવ્યું: અધુરા તોય મધુરા. આ બન્ને ને સાથે રાખીએ તો જે યાદ આવે તે તું. ભલે ઔપચારિક ગણાતું હોય તો ય આજે આભાર માની લઉં અને માફી માગી [...]
પ્રિય મિત્ર, તારી આગળ પ્રતિપળ સતત પ્રગટ થતા રહેવાની ઇચ્છાએ આ પત્ર લખવા પ્રેર્યો છે. તેં મિત્રતાની મોંઘી મિરાત આપી છે – સાવ સહજતાથી. વાતોમાં મિત્ર-મૈત્રી અંગે કોઇકના લખાણ ગમે તેના ઉલ્લેખ થતા રહે છે. કદાચ એ બધાથી દોરવાઇ જતો હોઉં એવું લાગે. અહિંતો હું જ તને લખવા બેઠો છું. માપવા-પામવાની સાથે જ જીવાતી જીંદગીની [...]
પ્રિય ધરતી, મેહુલો વરસે અને ધરતી એના વિરહને વળોટે એવી આ મૌસમમાં પ્રિય, તુ હી તુ. . બસ ચારેય બાજુ. મેહુલો પ્રિય ધરતી, મેહુલો વરસે અને ધરતી એના વિરહને વળોટે એવી આ મૌસમમાં પ્રિય, તુ હી તુ. . બસ ચારેય બાજુ. મેહુલો ગાજે અને ધરતી બાજે. . વિરહનું આ મજેદાર રુપ છે. ધરતીને વિરહ મેહુલીયાનો, [...]
आओ आकाश दर्शन करें एक फिल्म थी ‘स्वदेश’, उसका एक गाना मशहूर हुआ था, ‘ ये तारा वो तारा. . .’. जी हां, मैं आसमान में छाये तारों की बात कर रहा हूँ. अमावस्या की रात को अनगिनत तारा मंडित आसमान देखते ही बनता है. क्या होते हैं ये तारे जिन्हें हम सितारे भी कहते [...]
જાત સાથેના સંવાદ માંથી જન્મેલા થોડા વાક્યો, એમ તો અનુભવો – અસંતોષ અનંત હોય છે. – અહમ આત્મીય હોય છે. – સહ્જ સંવાદ સમજણથી જ આવે – તર્કનું તીર તારે નહિં – તાટસ્થ્ય તુટે જ – પ્રેમની પીડા પોતાના થી જ પ્રાપ્ત થાય – ગેરસમજણ ગમતીલી અને ગળચટ્ટી હોય – સત્ય પોતપોતાનું હોય પણ સત્યનું [...]